વેકેશનમાં જોવા જેવી એપ્સ!

આગળ શું વાંચશો?

 • જૂની કળા શીખો, આધુનિક રીતે
 • ફૂટબોલ રમો સ્ક્રીન પર
 • રંગોળી દોરતાં શીખો
 • બ્રિજ બિલ્ડિંગનો જાત અનુભવ
 • કંઈક જુદી રીતે શીખવું હોય તો…
 • રોજેરોજ મગજને કસરત આપો
 • સતત કંઈક નવું જાણો
 • સતત કંઈક નવું જાણો
 • અજાણ્યા શહેરમાં ફરવા જઈ રહ્યા છો?
 • વીડિયો એડિટિંગ સહેલું બનાવો
 • સ્માર્ટફોનને બનાવો ઘણો વધુ સ્માર્ટ
 • “જો આમ થાય, તો તેમ થવું જોઈએ”

વેકેશન શરૂ થતાં જ પરિવારના સૌ સભ્યોને મૂંઝવણ શરૂ થઈ જતી હોય છે – રજાના દિવસોમાં શું કરવું? તમારું જે પણ આયોજન હોય, તેમાં કેટલોક સમય ચોરીને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવા જેવી કેટલીક એપ્સ અહીં આપી છે.

અહીં જે એપ્સ આપી છે તેની પસંદગીમાં વિવિધ બાબતો ધ્યાને રાખી છે. પરિવારનાં નાનાં બાળકોથી માંડીને ઉંમર, અનુભવ અને જિજ્ઞાસાના જુદા જુદા સ્તરે રહેલા સૌ કોઈ કોઈને ગમે એવી એપ્સનો પરિચય કરવાનો પ્રયાસ કર્યો છે.

એક વાત ખાસ નોંધશો કે અહીં આપેલી એપ્સ હીમશીલાની ટોચ સમાન પણ નથી. એન્ડ્રોઇડના પ્લે સ્ટોરમાં એપ્સની સંખ્યા વીસેક લાખે પહોંચી છે. એપલમાં એપની એન્ટ્રીનાં ધોરણો જરા કડક છે, પણ એપ્સની સંખ્યા ત્યાં પણ લાખોમાં છે. એમાંથી અહીં જે એપ્સ આપી છે તે માત્ર વિવિધ કક્ષા અને સ્તરની એપ્સની પ્રતિનિધિ જેવી છે. બની શકે કે તમને અહીં આપેલી એપ્સ કરતાં ઘણી વધુ સારી એપ પણ મળી આવે!

હેતુ એ જ છે કે અહીં આપેલી એપ્સ જોઈને તમને આ પ્રકારની બીજી એપ્સ શોધવાનો ઉત્સાહ જાગે. અહીં આપેલી ઘણી ખરી એપ એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં ‘એડિટર્સ ચોઇસ’ તરીકે પસંદગી પામેલી છે. તેમાંથી કેટલીક એપલ માટે પણ ઉપલબ્ધ છે, તો કેટલીક માટે એના જેવી એપ શોધી શકાશે.

આમાં શઆતની એપ્સ ઉપયોગમાં બિલકુલ સરળ છે, સ્ક્રીન પર જે દેખાય તેને અનુસરતા જશો તો ફુરસદનો સમય આનંદથી વિતાવી શકાશે. જ્યારે આગળ જતાં, બીજી એપ્સ એવી પણ છે જેને સમજવામાં જ ઘણી માથાકૂટ કરવી પડશે! ખાસ કરીને મેક્રોડ્રોઇડ અને આઇએફટીટીટી એપ્સ એ પ્રકારની છે. વાસ્તવમાં આ એપ્સ આખા અલગ લેખોનો વિષય બની શકે તેમ છે. તમે જે એપ્સ વિશે વિસ્તારપૂર્વક જાણવા માગતા હો તે જણાવશો.

છેલ્લે એક અગત્યની વાત. અહીં આપેલી બધી એપ ફ્રી છે, પણ લગભગ દરેકમાં પેઇડ વર્ઝન પણ છે અને ઇન-એપ પરચેઝના વિકલ્પો પણ છે. તેમ, મેક્રોડોઇડ અને આએફટીટીટ જેવી એપ્સ ખાસ્સી ઉપયોગી હોવા છતાં, તેને બહુ મંજૂરીઓ આપવી પડે તેમ છેએ ખાસ ધ્યાને લેશો.

Please to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published.